|| શ્રી સતીમાં માતાજી મંદિરની વેબસઈટમાં આપનુ સ્વાગત છે. ||
શ્રી આદેશરા સતીમાં માતાજી મંદિર સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા થી 13 કિ.મી દુર શિયાણી ગામ આવેલુ છે. શ્રી સતીમા મંદિર શિયાણી ગામમા પ્રવેશ કરતા રામેશ્વર તળાવની પાસે જાંબુ ગામના રસ્તે આવેલુ છે.
દર પુનમે માઈભક્તો મંદિરે આવી માતાજીના દર્શનનો ,આરતી તેમજ મહાપ્રસાદનો લાભ લે છે. અને દરેક માઈભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે.
બેસતા વર્ષના દિવસે માતાજીને અન્નકુટ પણ ધરાવવામા આવે છે.
સહવિશેષ દર વર્ષે ચૈત્ર સુદ – ૮ ના દિવસે ભવ્ય પાટોત્સવ તથા નવચંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે ત્યારે માતાજીની ધજા ચડાવવામા આવે છે. તેનો લાભ સૌ માઇભક્તો લાભ લે છે.
મોટી સંખ્યામા માઇભક્તો આવી ધન્યાતા નો અનુભવ કરે છે અને ઘણા માઈ ભક્તો પગપાળા ચાલીને પણ આવે છે.અને દર્શન માત્ર થી માઇ ભક્તોની મનોકામના પુર્ણ થાય છે.
: આરતી સમય :
સવારે – 7.45 કલાકે
સાંજે – 7.00 કલાકે